
જમ્મુ-કાશ્મીર વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલન, ઘણા લોકો ઘાયલ:જમ્મુના ડોડામાં વાદળ ફાટતાં 4 લોકોના મોત; મનાલીમાં દુકાનો અને ઘરો નદીમાં સમાયા, ગાડી તણાઈ
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મંગળવારે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાથી 10થી વધુ મકાન વહી ગયાં છે. ડોડામાં બાદલ ફાટવાને કારણે ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે. ભલેસા, થાથરી અને મરમતમાં વાદળ ફાટ્યા પછી અચાનક આવેલા પૂરથી અનેક પૂલ વહેતા થયા છે. ડોડાના ઉપાયુક્ત હરવિંદર સિંહે જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે બે જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે.
જમ્મુ-કાશ્મીર વૈષ્ણો દેવીમાં અર્ધકુમારી નજીક ભૂસ્ખલનમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે વૈષ્ણો દેવી યાત્રા અટકાવવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે આ માહિતી આપી છે. બોર્ડે હજુ સુધી તેના ફોટા અને વીડિયો જાહેર કર્યા નથી.
જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું છે. ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. પહાડો પરથી આવેલાં પૂરને કારણે અનેક ઘરો તણાયા છે, જેના કારણે સ્થાનિકો ભયભીત છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અચાનક આવેલા પૂરમાં 10થી વધુ ઘરો તણાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ડોડામાં 4 લોકોના મોત થયા છે. જિલ્લાના ભલેશા, થાથરી અને મરમતમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં અનેક પુલ પણ તણાઈ ગયા છે.
જમ્મુ-કાશ્મીર એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોના મોત ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં થયા છે. પૂરમાં રહેણાંક વિસ્તારો અને અન્ય મિલકતોને નુકસાન થયું છે.

જમ્મુ-કાશ્મીર બટોટે-કિશ્તવાડ નેશનલ હાઈવે (NH-244) પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ડોડા અને કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ એલર્ટ પર છે. બંને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીર આ પહેલા 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આમાં 65 લોકોના મોત થયા હતા, જ્યારે 200 લોકો હજુ પણ ગુમ છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણા શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ, લંગર અને દુકાનો તણાઈ ગઈ હતી.
જમ્મુ-કાશ્મીર ભારે વરસાદને કારણે રામબનમાં પૂર જેવી સ્થિતિ
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચિનાબ નદીના જળસ્તરમાં વધારો થયો