
ભૂજ ,મુંદ્રા, માંડવી,રાપર , મોરબી વિસ્તાર નો પ્રવાસા કરી ચુટણી પ્રસાર નું રણશિંગુ ફૂંકતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા.
લોકસભા ચૂંટણી ના પડઘમ વાગી ચૂક્યા છે, ઠેર-ઠેર કાર્યકર મિટિંગો, ચુટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનવા રણતિનીઓ ઘડાઈ રહી છે, ત્યારે ગુજરાત ભાજપ ના 15 ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ થયેલ છે, કચ્છમાં ત્રીજી ટર્મ માટે જાગૃત અને લોકસેવા ભેખધારી શ્રી વિનોદભાઇ ચાવડા ને ટિકિટ મળતા કચ્છ મોરબીની જાગૃત જનતા અને કાર્યકરો ઉત્સાહ માં થનગની રહ્યા છે, વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા નું નામ જાહેર થતાંજ પ્રચાર – પ્રસાર તથા ઈસ્ટ – દેવો વડીલોના આર્શિવાર્દ મેળવી પ્રચાર કાર્યનો આરંભ કરેલ છે,
મહાશિવરાત્રી પર્વ અને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની સૌને હાર્દિક શુભકામના પાઠવતા નારી શક્તિ વંદના સાથે સનાતન હિન્દુ સમાજ ભુજ દ્વારા આયોજિત મહાશિવરાત્રી મહારેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું હર-હર મહાદેવની ગુંજ સાથે ભવ્ય રેલી પ્રસ્થાન માં તેમની સાથે ભુજ વિધાનસભા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગર પાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, કાર્યકરો, આગેવાનો અને ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા, હાટકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, ચાંગલેશ્વર મહાદેવ ના દર્શન કર્યા હતા
મુંદ્રા તાલુકાનાં લૂણી ગામે પ.પૂ. શ્રી લૂંણગદેવની પાવન ભૂમિ પર ગૌરી નંદન શ્રી ગણેશજી ના આર્શિવાર્દ મેળવ્યા હતા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક મંડળ, ટ્રસ્ટીશ્રી આગેવાનો ઉપસ્થિત હતા, શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક મંડળ ટ્રસ્ટીશ્રી આગેવાનો એ તેમણે શુભેચ્છા પાઠવી હતી, સનાતન હિન્દુ સમાજ મુંદ્રા મધ્યે, મહાશિવરાત્રી ની મહારેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતું માંડવી સત્સતં આશ્રમ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા, માંડવી ભાજપા પ્રમુખશ્રી દેવાંગભાઈ દવે, નગરપાલિકા અધ્યક્ષશ્રી હરેશભાઈ વીંઝોડા શ્રી ક.વી,ઓ. જૈન મહાજન – ભુજ ના પ્રમુખશ્રી જિગરભાઈ છેડા, સહ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
રાપર મોમાય મોરા માતાજી, ચિત્રોડ પૂ. સંતશ્રી ત્રિકમ સાહેબ, અને મંદિર ગાદીપતિ, શ્રી આત્મહંસ સાહેબ ના દર્શન કર્યા હતા, રવિભાણ સંપ્રદાય દરિયા સ્થાન સંતશ્રી ત્રિકમ સાહેબ સમાધિ સ્થળના દર્શન, માનવ ધર્મ પ્રસાર આશ્રમ દર્શન સમયે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા સાથે ઉપસ્થિત રહ્યા હતા,
તારીખ: 07/03 ગુરુવારે મોરબી – માળીયા ભાજપા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી નું આયોજન થયેલ મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રણછોડભાઈ દલવાડી, જીલ્લા તાલુકા શહેર ના મંડળના હોદેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.