ચીનમાં કોરોના જેવા નવા વાયરસથી હાહાકાર

ચીનમાં કોરોના જેવા નવા વાયરસથી ઉચાટ

કોરોના સંકટના કપરા કાળના પાંચ દિવસ બાદ ચીનમાં ફરીવાર કોવિડ જેવા જ નવા વાયરસનું સંક્રમણ ફેલાયું છે. આ નવા કોરોના જેવાં લક્ષણોવાળા વાયરસનું નામ હુમન મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) છે. આ વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં કટોકટીની ઘોષણા કરાઈ છે. ખાસ તો નાનાં બાળકોને તેની અસર વધુ થઈ રહી છે. આ એક આરએનએ વાયરસ છે. બે વર્ષથી નાની વયનાં કુમળાં બાળકોને સૌથી વધારે અસર કરતા વાયરસના દર્દીઓમાં શરદી અને કોરોના જેવાં લક્ષણો જોવા મળે છે. ચીનના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)ના જણાવ્યા અનુસાર, નવા વાયરસનાં સંક્રમણથી તાવ, શરદી, ઉધરસ, ગળાંમાં બળતરા જેવાં લક્ષણો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા વિવિધ વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. દાવો તો એવો પણ કરાયો છે કે, નવો વાયરસ જીવલેણ બનતાં સ્મશાનોમાં ભીડ થઈ છે. છીંક અને ઉધરસથી કોવિડ જેવા નવા વાયરસનું સંક્રમણ ફેલાવાનાં જોખમો વધી જાય છે, તેવું સીડીસી જણાવે છે. સમયસર સારવાર નહીં કરવાથી ન્યૂમોનિયા, બ્રોંકાઈટીસ જેવી બીમારીઓ દર્દીની મુશ્કેલી વધારી શકે છે. ર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ વાયરસની વધુ અસર થયાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. ચીનનાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાયરસમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું, ગળામાં બળતરા જેવા લક્ષણો મુખ્ય છે. 

ચીનમાં છીંક અને ઉધરસથી આ વાયરસ ફેલાય છે અને જો તેની અસર ગંભીર હોય તો બ્રોન્કાઈટીસ અને ન્યૂમોનિયા થઈ શકે છે. એચએમપીવી ઉપરાંત કોવિડ-19ના કેસ પણ વધી રહ્યાનું કહેવાય છે, જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર 16થી રપ ડિસેમ્બર વચ્ચે ચીનમાં શ્વસન સંબંધિત કેસોની સંખ્યા વધી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે નવા વાયરસનાં સંક્રમણ બાદ ચીનમાં અનેક સ્થળોએ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં બાળકો વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *