ચાહકે ઝાડ પર ચડીને ટીમ ઈન્ડિયાને નિહાળી
ટીમ ઈન્ડિયાનો વિજય રથ ધીમે ધીમે વાનખેડે સ્ટેડિયમ તરફ આગળ વધી રહ્યો છે. બસમાં ભારતીય ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક ચાહક ટીમ ઈન્ડિયાને જોવા માટે ઝાડ પર ચઢી ગયો હતો. મુંબઈના રસ્તાઓ પર ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.