Chandrayaan-3 : અગાઉની ત્રણ ભૂલો સુધારાઈ; લેન્ડિંગ ની છેલ્લી 15 મિનિટ મહત્ત્વની
Chandrayaan-3 : ભારત ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવા સજ્જ છે. 14 જુલાઈએ ચંદ્રને સર કરવા ઉડાન શરૂ થશે જે માટેની અંતિમ તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે. ચંદ્રયાન માટે ચંદ્ર ઉપર લેન્ડિંગની 15 મિનિટ અત્યંત જોખમી છે જે સફળતાપૂર્વક પાર પાડવા ભારતીય વૈજ્ઞાનિકો આશાવાદી છે.
ચંદ્રયાન-3 : (Chandrayaan-3) ભારત ઈતિહાસ રચવા સજ્જ
Chandrayaan-3 : 4 વર્ષ પહેલા ચંદ્રયાન-રના લેન્ડરનું ક્રેશ લેન્ડિંગ થયું હતું જેને પગલે મિશન નિષ્ફળ રહ્યું હતું પરંતુ આ વખતે ઈસરોએ અગાઉની નિષ્ફળતાથી બોધ લીધો છે અને લેન્ડિંગમાં કોઈ અનહોની ન થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી છે. ઈસરો ચીફ એસ.સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન-3ની ડિઝાઈન અસફળતાઓ પર આધારિત છે જ્યારે ચંદ્રયાન-ર સકસેઝ બેઝ્ડ હતું. ગત વખતની 3 ભૂલને આ વખતે સુધારવામાં આવી છે.
Chandrayaan-3 : એસ.સોમનાથે વધુમાં જણાવ્યું કે, ચંદ્રયાન-3ને એ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જે ભૂલમાં પરિણમી શકે. આ વખતે ફેલ્યોર બેઝ્ડ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ફોકસ એ બાબત પર છે કે મિશન દરમિયાન કઈ કઈ ગરબડી થઈ શકે છે ? દરેક સંભવિત ગરબડીઓ ધ્યાને લેવાઈ છે. ચંદ્રયાન-રમાં જે ભૂલો થઈ હતી તે આ મિશનમાં સુધારી લેવામાં આવી છે. અગાઉ લેન્ડરની સ્પીડ ઓછી કરવા જે પ એન્જિન લગાવવામાં આવ્યા હતા તેણે જરૂરિયાતથી વધુ દબાણ ઉભું કર્યું હતું.
Chandrayaan-3 : જેથી લેન્ડર સ્થિર ન રહી શક્યું અને ઝડપથી વળી ગયું હતું. આ વખતે યાનના લેન્ડિંગ માટે 4.3 કિમી બાય 2.5 કિમીનો મોટો વિસ્તાર ટાર્ગેટ કરાયો છે.