ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં બાઇક રેલી
ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું. દલિત યુવકને માર મારવાને લઇ સમાજમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે. જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે. હાલ પોલીસ દ્વારા જાડેજા સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ મંગાવ્યા છે.