ગેરકાયદે દવા બનાવતી કંપની પર દરોડા
ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. દવાનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીમાં મોટી માત્રામાં એજીસોમાઈસીન લખેલા ડ્રમ, ટોર્ચ પાવડર, ખાલી કેપ્સ્યુઅલ અને એન્ટિબાયોટિક લેબલ મળ્યા છે. જેમાં કુલ 4 કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોરધન પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે.