ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષ પોતાની રીતે ચૂંટણી જીતવા માટે તૈયારી કરી રહ્યો છે. ગુજરાતમાં આગામી થોડાક સમયમાં જ ચૂંટણી હોય તે માટે દરેક રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ 182 વિધાનસભાની સીટ પર લાડવાનો છે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને કવાયત શરુ કરી દીધી છે અને રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે આજે સેન્સ લેવામાં આવશે. આ માટે કોંગ્રેસની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજકોટની નગર બોર્ડિંગમાં યોજાશે જેમાં પ્રદેશ નેતાઓ પણ હાજર રહેશે. કોંગ્રેસ આજે રાજકોટ જિલ્લા અને તાલુકાના જુદા જુદા આગેવાનો સાથે બેઠક કરશે. રાજકોટ શહેરની ત્રણ બેઠક સિવાય રાજકોટ ગ્રામ્ય અને જસદણ, ગોંડલ, ધોરાજી અને જેતપુર બેઠક માટે આજે સેન્સ લેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી તારીખ બહાર પાડવામાં આવી નથી તે પહેલા જ રાજકીય પક્ષ પોતાની મજબૂતી કરીને બેઠક પર દાવેદારી નોંધવા માટે મહેનત કરી રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકો પર 63 જેટલા અગોવાનોએ ફોર્મ ભરીને ટિકિટની દાવેદારી નોંધાવી છે.
રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર જે દાવેદારોએ ફોર્મ ભર્યું છે તે પોતાની સાથે સમર્થકને લઈને નહીં આવી શકે પરંતુ એકલા જ આવીને પોતાની વાત રજૂ કરવાની રહેશે. કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી લાડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી નામ મંગાવામાં આવ્યા છે. આવતીકાલે કોંગ્રેસ રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે દાવેદારોને પાર્ટીના નિમણુંક કરેલા આગેવાનો દ્વારા સાંભળવામાં આવશે.
આ માહિતીની વધુ વિગત આપતા કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યની 182 બેઠક માટે રાજ્યભરમાંથી 900 કરતા પણ વધુ આગેવાનોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે કોંગ્રેસ હાઇકમાન્ડે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ શહેર જિલ્લાની કુલ 8 બેઠકો માટે આવતીકાલે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી નાગર બોર્ડિંગ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમા દાવેદારોને સાંભળવા માટે વિપક્ષી નેતા સુખરામ રાઠવા તેમજ સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા આવતીકાલે ઉપસ્થિત રહેશે.