લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થઈ ગયુ છે ત્યારે આજે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને જેમા અમદાવાદ જિલ્લાની અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યુ હતુ.જેમાં તેઓએ એફિડેવિટમા આપેલી વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની કુલ મળીને 14.17 કરોડથી વધુની સંપત્તિ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ મામલે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રુપાલા બીજા ક્રમે છે.
ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા રોકડ, બેંક થાપણ-બચત, શેર-ફંડ્સ,તથા આપેલી લોન-લેવાની થતી રક્ત, કાર તથા ઝવેરાત સાથે જંગમ 1.79 કરોડથી વધુની સંપ્તિ ધરાવે છે. જ્યારે તેઓની પત્ની પાસે 4.36 લાખનું 8 કિલો ચાંદી અને 38.43 લાખનું 630 ગ્રામ સોનુ તથા આપેલી લોન-લેવાની થતી રકમ 2.04 કરોડની અને રોકડ, બેંક બચતથી માંડી શેર અને ફંડ સાથે 4 કરોડથી વધુની સંપત્તિ છે. દિનેશ મકવાણા પાસે કોઈ જમીન નથી, પરંતુ પત્ની પાસે 4.52 લાખની કૃષિ જમીન તથા 1.89 લાખનું મકાન સહિત 7.34 કરોડથી વધુની જંગમ મિલકત છે.