હેવાનિયત સામે માસૂમિયતની હાર, 16મીએ દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ
16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજના દિવસે બે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં હતી દાખલ હતી. બપોરે 2 વાગે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 5.15 વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો હતો.