ગાંધીનગર ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 200 બહેનોને સર્વાઇકલ કેન્સરની નિઃશુલ્ક રસી આપવામાં આવી

ગાંધીનગર ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 200 બહેનોને સર્વાઇકલ કેન્સરની નિઃશુલ્ક રસી આપવામાં આવી

શ્રી કડવા પાટીદાર સમાજ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી આપવાનો કાર્યક્રમ તાજેતરમાં ગાંધીનગર સેક્ટર:12 ખાતે આવેલ ઉમા સમાજ ભવન ખાતે યોજાયો. મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સર નું પ્રમાણ વધુ જોવા મળે છે 

ભવિષ્યમાં આ પ્રકારની શારીરિક સમસ્યાઓ ન થાય તે હેતુ થી સર્વાઇકલ કેન્સર વિરોધી રસી લેવામાં આવતી હોય છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજની બહેનોને મફતમાં રસી આપવા માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જેમાં 540 બહેનોએ રજીસ્ટ્રેશન કરેલ. જેમાંથી 11 વર્ષથી લઈ 25 વર્ષ સુધીની ઉંમરના કુંવારી 200 દીકરીઓને રસી માટે પસંદ કરવામાં આવી હતી.

ઉમિયા સંસ્થાન ખાતે યોજાયેલ રસીકરણના કાર્યક્રમમાં ડૉ. નીતાબેન શેખાત, ડૉ.દીપ પટેલ, ડૉ.પ્રકાશ પટેલ અને તેમના 10 જેટલા નર્સિંગ સ્ટાફે સેવાઓ આપી હતી. ઉમિયા માતાજી સંસ્થાનના મહિલા વિભાગ વિભાગની બહેનો સેવામાં જોડાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહિલા વિભાગના ચેરમેન સુધા પટેલ, સાંસ્કૃતિક વિભાગના ચેરમેન ડૉ.અનિલ પટેલ, યુવા વિભાગના ચેરમેન અજય પટેલ,ઋષિ પટેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ અને સંસ્થાના હોદેદારશ્રીઓનો પુરા સહયોગ થકી વેક્સિન આપવાનો કાર્યક્રમ સફળ રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *