ગણેશ જાડેજા સહિત પાંચના જામીન નામંજૂર
દલિત યુવકનું અપહરણ કરી તેને મારવાનો મામલામાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજા સહિત પાંચના જામીન નામંજૂર કર્યાં. દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવાને કેસમાં ગણેશ જાડેજા સહિત 11 આરોપી હાલમાં જેલના સળીયા પાછળ છે. જેમાંથી ગણેશ સહિત પાંચ આરોપીએ જામીન માટે અરજી કરેલ જેની આજે સુનવણી થતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.