કોલકાતામાં ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે સંજય રૉય દોષિત જાહેર, સિયાલદાહ કોર્ટનો ચુકાદો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

કોલકાતામાં ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે સંજય રૉય દોષિત જાહેર, સિયાલદાહ કોર્ટનો ચુકાદો

કોલકાતાના સિયાલદાહની કોર્ટે આર.જી.કર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે મુખ્ય આરોપી સંજય રૉયને દોષિત જાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની આ ઘટના બાદથી સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો હતો અને કોલકાતામાં લાંબા સમય સુધી દેખાવો કરાયા હતા. હવે તેને સોમવારે સજા સંભળાવવામાં આવી શકે છે.

ડૉક્ટરો પણ જોડાયા હતા દેખાવોમાં

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં આ ઘટનાને પગલે ડૉક્ટરોની સુરક્ષા સામે સવાલો ઊઠ્યા હતા અને મોટાપાયે દેખાવોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યરૂપે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફના સભ્યો પણ જોડાયા હતા. જોકે હવે સિયાલદાહ કોર્ટના એડિશનલ જજ તથા સેશન જજ અનિર્બાન દાસે કેસ શરૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવી દીધો છે. 

સીબીઆઈ કરી રહી હતી તપાસ 

ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ ટ્રેઈની ડૉક્ટરનો મૃતદેહ આર.જી. કર હોસ્પિટલના સેમિનાર હૉલમાં મળી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ક્રાઈમ સીન પર મળેલા પુરાવાના આધારે સિવિક વૉલેન્ટિયર સંજય રૉયની ધરપકડ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો હતો અને તપાસમાં સંજય રૉયને જ મુખ્ય આરોપી ઠેરવ્યો હતો. હવે સંજય રૉય માટે મૃત્યુદંડની માગ કરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *