આણંદ લોકસભાના લોકલાડીલા , કર્મનિષ્ઠ,પ્રામાણિક, નિષ્ઠાવાન યુવા ઉમેદવાર શ્રી અમિતભાઇ ચાવડા પરિવર્તનના સંકલ્પ સાથે બોરસદ વિધાનસભાનાં કાધરોટી. બનેજડા, દાદપુરા, રણોલી, ગોરેલ, કાલુ, ઉનેલી અને ખાનપુર ગામોમાં પ્રચાર દરમિયાન ભોળાનાથ મહાદેવ અને ભાથીજી મહારાજ ચરણોમાં વંદન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી બોરસદ તાલુકાના ગામે ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો અમિત ચાવડાના સમર્થન મા સ્વયંભુ ઉમટી પડયા અને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવા સંકલ્પ લીધા
આ પ્રસંગે બોરસદ તાલુકાના ગામે ગામ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, આણંદ જિલ્લા પંચાયતના વિરોધપક્ષનાનેતા નટવરસિંહ મહીડા,બોરસદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતીમાં અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને અભૂતપૂર્વ જન પ્રતિસાદ મળ્યો આ સાથે નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.