કેન્યાની સાંસદમાં આગજની, 10ના મોત
કેન્યામાં ફાઇનાન્સ બિલના વિરોધમાં મંગળવારે સંસદમાં પ્રદર્શનકારીઓએ પ્રવેશ કર્યો હતો. બદમાશોએ અહીં હંગામો મચાવ્યો હતો. સંસદના એક ભાગને આગ પણ ચાંપવામાં આવી હતી. વિરોધીઓના ગુસ્સાને જોઈને સાંસદો ગૃહ છોડીને ભાગી ગયા હતા. આ પહેલા સોમવારે પણ સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.