કેદાર મ્યુઝિક એકેડેમીમાં માંડવીની તેજસ્વી છાત્રા દિયા દિપકભાઈ સોનીએ પ્રથમ શ્રેણી મેળવી માંડવી નું ગૌરવ વધાર્યું
કેદાર મ્યુઝિક એકેડમીમાં માંડવીની તેજસ્વી છાત્રા દિયા દિપકભાઈ સોનીએ પ્રથમ શ્રેણી મેળવીને માંડવીનું ગૌરવ વધારેલ છે.કેદાર મ્યુઝિક એકેડમીના જયભાઈ ગઢવી પાસે હાર્મોનિયમ સાથે ગાઇકી શીખતી માંડવી ની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી તેજસ્વી છાત્રા દિયા દિપકભાઈ સોની અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડલ – મુંબઈ આયોજિત પ્રવેશિકા પ્રથમ પરીક્ષામાં હાર્મોનિયમ સાથે ગીત ગઈ પ્રથમ શ્રેણી (ફર્સ્ટ ક્લાસ) મેળવી સિદ્ધિ હાંસલ કરીને માંડવી નું ગૌરવ વધારેલ હોવાનું શ્રી માંડવી સેવા મંડળના ટ્રસ્ટી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.દિયા સોનીએ આ અગાઉ એકપાત્રીય અભિનયમાં કચ્છ જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યા ઉપરાંત વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગાંધીનગરમાં કમલમ ખાતે સબ કે રામ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર મેળવેલ હતો.
દિયા સોની માંડવીના એડવોકેટ અને જાયન્ટ્સ ફેડરેશન 3બી (ગુજરાત)ના યંગ જાયન્ટ્સ ઓફિસર દીપકભાઈ પ્રભુલાલ સોની ની પુત્રી થાય છે.દિયા દિપકભાઈ સોની ને શાળા પરિવાર, ગિરનારા પરજીયા જ્ઞાતિ અને જાયન્ટ્સ ગ્રુપે અભિનંદન પાઠવ્યા હતા. દિયા સોનીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.