કાશીની દેવ દિવાળી : 25 લાખ દીવડાનો ઝગમગાટ
કાશી વારાણસીમાં દેવ દિવાળીની ધામધૂમે ઉજવણી કરવામાં આવી છે. મા ગંગાના કિનારે 84 ઘાટ અને 700 જેટલા મંદિરો મળી કુલ રપ લાખ દીવડાનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં એક શ્વાસમાં 3 મિનિટ સુધી શંખનાદ કર્યા બાદ મહાઆરતી શરૂ થઈ હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નમો ઘાટ પર પહેલો દીવડો પ્રજ્વલિત કર્યો હતો. દેવ દિવાળી નિમિત્તે વારાણસીમાં 40 જેટલા દેશના પ્રવાસીઓ આવ્યા છે. વિવિધ ઘાટ ઉપર ભારે ભીડ ઉમટી હતી.