કમલમ ખાતે ભાજપાનાં વિવિધ વર્ગ આધારિત 7 મોરચાની બેઠક મળી

(ગાંધીનગર)
સરકાર દ્વારા દરેક વર્ગ માટે બનાવાયેલ યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે ભાજપાના વિવિધ મોરચાઓ જેમ કે, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, યુવા મોરચો, લઘુમતી મોરચો તથા બક્ષીપંચ મોરચાના આગેવાનો તથા કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં કાર્ય યોજના બનાવીને વધુ અસરકારક રીતે આગામી દિવસોમાં કાર્ય કરશે. તે પ્રકારનું આયોજન આ બેઠકોમાં કરવામાં આવ્યું હતું.
ભરત ડાંગરે જણાવ્યું હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ હાલ ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં પેજ સમિતિની રચનાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભાજપાના મોરચાઓ પણ જુદા-જુદા સમાજના આગેવાનો તથા વધુને વધુ કાર્યકરોને પેજ સમિતિમાં જોડે અને ભાજપા સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી વિષયક સંગઠનાત્મક માર્ગદર્શન
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ ઉપસ્થિત મોરચાના સૌ આગેવાનો તથા કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપપ્રમુખ આઈ કે.જાડેજા, ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા મહેશ કસવાલા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી રજની પટેલ તથા વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી તેમજ જિલ્લા/મહાનગરના મોરચાના પ્રભારી અને પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *