કડી વિસાવદરમાં પેટા ચૂંટણીના મતદાન માટે મતદારોની લાંબી લાઈનો 11 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 28.15 ટકા અને કડીમાં 28.81% મતદાન થયું

કડી વિસાવદરમાં મતદાન માટે મતદારોની લાંબી લાઈનો 11 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 28.15 ટકા અને કડીમાં 28.81% મતદાન થયું

ચૂંટણી 1

વિસાવદર તેમજ કડી વિધાનસભાની બેઠક  માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે.

ચૂંટણી

કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, તેમણે ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *