દેશમાં છેલ્લે સૂર્યાસ્ત થાય એ કચ્છની 2024ની છેલ્લી સાંજનો નજારો
નવા વર્ષનું આગમન થઇ ચૂક્યું છે. આખી દુનિયાએ 2024ને અલવિદા કહીને 2025ને થનગનાટ સાથે આવકાર્યું. ભારતનો છેલ્લો સૂર્યાસ્ત કચ્છ જિલ્લાના મોટી ગુહાર ગામમાં થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે દેશના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતનું આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે.
આમ તો કચ્છ માં હાલે પ્રવાસીઓ નો ઘસારો જોવા મળી રહ્યો છે.સફેદ રણ ,ભુજ,માંડવી, માતાના મઢ ,કોટેશ્વર, લખપત માં પ્રવાસી ઓ ફરવા આવ્યા છે. ત્યારે સફેદ રણ ધોરડો અને માંડવી દરિયા કિનારે ફરવા આવેલા પ્રવાસી ઓએ 2025 નવા વર્ષ ને આવકાર્યો હતો.
કચ્છ ના સફેદ રણ અને માંડવી દરિયા કિનારે સૂર્યાસ્ત જોઈ અને પ્રવાસીઓ બોલી ઉઠ્યા હતા કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.