જખૌમાંથી બીએસએફને ચરસના વધુ 20 પેકેટ મળ્યા
કચ્છમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌમાંથી બીએસએફને ચરસના વધુ 20 પેકેટ મળ્યા છે. બીએસએફના જવાનો જખૌના દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે તેમને બિનવારસી ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફએ 170થી પણ વધુ પેકેટ કબજે કર્યા છે. હજુ પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુઓ પર સર્ચ યથાવત રાખવામાં આવ્યું છે.