કચ્છી જૈન સંતોની પાવન નિશ્રામાં મંગળવારથી મણિનગર (અમદાવાદ)માં પવાૅધીરાજ પયુૅષણ મહાપર્વ નો શુભારંભ થશે.
શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહ પ. પૂ. તારાચંદમુનિ મ.સા. (કાંડાગરા – તા. મુન્દ્રા) તેમના શિષ્ય પ. પૂ. પ્રશાંતમુનિ મ.સા. (કાંડાગરા – તા. મુન્દ્રા) અને પ. પૂ. સમપૅણમુની મ.સા. (કચ્છી જૈન સંતો)ની પાવન નિશ્રામાં તા. ૧૨/૦૯ ને મંગળવાર થી પર્વાધીરાજ પયુૅષણ મહાપર્વનો શુભારંભ મણીનગર (પૂર્વ) અમદાવાદમાં થનાર હોવાનો દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પવૉધીરાજ પયુૅષણ મહાપર્વના દિવસોમાં ત્રણ સમયની પ્રભાવના પરમ પૂજ્ય સમર્પણમુની મ.સા. ના પરિવાર શ્રી રતિલાલભાઈ ભાઈલાલ લીંબડીયા સમસ્ત પરિવાર તરફથી કરવામાં આવશે. તેમજ ચૌવિહાર નો લાભ ડો. નીતિનભાઈ સુમંતભાઈ અને પ્રતીક્ષાબેન નીતિનભાઈએ લીધેલ છે.