કચ્છી જૈન સંતોની નિશ્રામાં અમદાવાદમાં પર્યુષણ પર્વ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર સંપન્ન થયું

કચ્છી જૈન સંતોની નિશ્રામાં અમદાવાદમાં પર્યુષણ પર્વ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર સંપન્ન થયું

શ્રી કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી સંઘના કચ્છી સંતોની પાવન નિશ્રામાં અમદાવાદના મણીનગરમાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર સંપન્ન થયું છે.
શ્રી કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ મ.સા. (કાંડાગરા કચ્છ) તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મ.સા. (કાંડાગરા કચ્છ) તથા સમર્પણમુની (અમદાવાદ)ની પાવન નિશ્રામાં ચાતુર્માસ ના મુખ્ય દાતા નો લાભ રતિલાલ ભાઈલાલ ભાવસાર (સમર્પણમુનિ મ.સા.ના પરિવારજનો) એ લીધો હોવાનું જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

મહારાજ સાહેબની વ્યાખ્યાનમાળા નો લાભ દરરોજ 300 જેટલા ભાવિકો લેતા હતા જ્યારે પર્યુષણ પર્વના અંતિમ દિવસે આલોચના સૂત્ર સાંભળવાનો લાભ ૫૦૦ ભાવિકોએ લીધો હતો. મણીનગરમાં સાધુ મહારાજનું ચાતુર્માસ પ્રથમજ વાર હોતા સંઘમાં ખૂબ જ ઉત્સાહ છે.

તપસ્યાઓમાં છઠ (બે ઉપવાસ), અઠ્ઠમ (ત્રણ ઉપવાસ), અઠ્ઠાઇ (આઠ ઉપવાસ) અને તેથી વધારે 21 ઉપવાસના તપસ્યાના તોરણ બંધાયા હતા. આઠ દિવસ દરરોજ શ્રાવકો – શ્રાવિકાઓ માટે ચૌવિહાર ની વ્યવસ્થા સંઘના રસોડે કરવામાં આવી હતી.
મણીનગર જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ રૂપેરા, સંઘના મુખ્ય દાતા કિરણભાઈ ગુરુજી પર્યુષણને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત રાજુભાઈ, ઋષભભાઈ ભાવસાર, દેવ ભાવસાર, મનોજભાઈ મહેતાજી, કોકીલાબેન, વનિતાબેન, જયશ્રીબેન, નયનાબેન, મહિલા મંડળના બહેનો પણ સહયોગી રહ્યા હતા.
દરરોજ બપોરે ૩ થી ૪ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થયેલ હતું. મણીનગરમાં પર્વ દરમિયાન વિશેષતાએ રહી હતી કે, રૂપિયાના કોઈ જ ચડાવા (ઉછામણી) રાખવામાં નહોતા આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *