કચ્છના જાણીતા ડો.કાયનાત અંસારી આથાએ રાષ્ટ્રીય સ્તરના મીસીસ અને મીસ ઇન્ડીયા સ્પર્ધામાં જ્યુરી તરીકે ઉપસ્થિત રહી કચ્છનું ગૌરવ વધાર્યુ
ટીસ્કા મીસ ઇન્ડીયા અને મીસીસ ઇન્ડીયા – વન ઇન અ મીલેનીયમ સ્પર્ધાની ફાઇનલમાં જજ અને સ્કીન મેન્ટોર બનવાનું તેમણે આમંત્રણ પાઠવાયું હતુ
ગાંધીધામ : રાષ્ટ્રીય સ્તરના ટીસ્કા મીસ ઇન્ડીયા અને મીસીસ ઇન્ડીયા – વન ઇન અ મીલેનીયમ સ્પર્ધાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના ફાઇવ સ્ટાર હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સ્કીન મેન્ટોર તરીકે તેમજ ફાઇનલમાં જજ તરીકે ઉપસ્થિત રહેવા માટે ગાંધીધામના જાણીતા સ્કીન ડોક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જજ તરીકે તેઓ ઉપસ્થિત રહીને કચ્છ તથા ગાંધીધામનું નામ રોશન કર્યુ છે.
દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ ટીસ્કા મીસ ઇન્ડીયા અને મીસીસ ઇન્ડીયા – વન ઇન અ મીલેનીયમ સ્પર્ધામાં ગાંધીધામના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. કાયનાત અંસારી આથાને જ્યુરી (જજ) તરીકે ઉપસ્થિત રહેવા તેમજ સ્પર્ધાના સ્કીન મેન્ટોર તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તેઓએ ઉપસ્થિત રહી કચ્છનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મીસીસ ઇન્ડીયા – વન ઇન અ મીલેનીયમમાં સ્પર્ધક તરીકે ડો. કાયનાત અંસારી આથાએ ભાગ લીધો હતો જેમાં તેઓ ત્રણ ટાઇટલના વિજેતા બન્યા હતા. ત્યારે આ વર્ષે તેમને સ્કીન મેન્ટોર તથા ફાઇનલમાં જ્યુરી તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો.