ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. ધ્વનિમતથી નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર હશે. આ પહેલા પણ તેઓ લોકસભાના સ્પીકર હતા
સંસદ સત્રના ત્રીજા દિવસે બુધવારે દેશને નવા લોકસભા સ્પીકર મળ્યા છે. બીજેપી સાંસદ ઓમ બિરલા ફરી એકવાર લોકસભા સ્પીકર તરીકે ચૂંટાયા છે. આ બાદ, પીએમ મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી બંને સાથે મળીને ઓમ બિરલાને આસન સુધી લઈને ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચવા પર પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબે કહ્યું કે, આ તમારી ખુરશી છે, તમે સંભાળો….પ્રધાનમંત્રી મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂર માન્યો હતો. વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકર પદ માટે કે સુરેશના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.