ઈઝરાયલ અને હમાસનાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે મોટી માહિતી આપી છે. ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ધોરણે નિકાળવા માટે ‘ઑપરેશન અજય’ લૉન્ચ કરવામાં આવ્યું છે.
ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લેવા માટે પહેલો ચાર્ટર વિમાન આજે રાત્રે તેલ અવીવ પહોંચશે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે ઑપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. આ એ ભારતીય નાગરિકોની સુવિધા માટે છે જે ઈઝરાયલથી પાછા આવવા ઈચ્છે છે.
આજે રાત્રે વિમાન તેલ અવીવ પહોંચશે
ઑપરેશન અજયનો ઉલ્લેખ કરતાં અરબિંદમ બાગચીએ કહ્યું કે ચાર્ટર વિમાન આજે રાત્રે તેલ અવીવ પહોંચી જશે. તેમાં 230 યાત્રીકો સવાર થઈ શકે છે. બાગચીએ ભારતની પાસે તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી છે. આ ફ્લાઈટ કાલે સવારે ભારત પાછી વળી શકે છે.
આશરે 18000 ભારતીયો ઈઝરાયલમાં છે
ઈઝરાયલમાં હમાસનાં હુમલામાં ઘાયલ થયેલ કેરળની મહિલા પર વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરબિંદમ બાગચીએ કહ્યું કે તેમને આ મામલાની જાણકારી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેમનાં સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે. અત્યારસુધી કોઈ હતાહત થયા હોવાની માહિતી મળી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આશરે 18000 ભારતીયો ઈઝરાયલમાં છે. ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ ચિંતાનો વિષય છે. ભારતીયોને મિશનની તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.