એશિયાનાં સૌથી મોટા માર્કેટયાર્ડ એવા ઊંઝા એપીએમસીની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીનું પરિણામ આજ રોજ આવ્યું હતું. જેમાં એપીએમસીનાં પૂર્વ ચેરમેનનાં જૂથનો વિજય થયો હતો.
ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ જૂથનો વિજય થયો છે. જેમાં 258 મતમાંથી 242 મતની ગણતરી થઈ હતી. 16 મત રદ્દ કરવામાં આવ્યા હતા. મત ગણતરીમાં દિનેશ પટેલ જૂથનાં તમામ ઉમેદવારોનો વિજય થયો હતો. ખેડૂત વિભાગમાં તમામ 10 વિજેતા ઉમેદવાર દિનેશ પટેલ જૂથનાં છે.
ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. જેમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપ દ્વારા એપીએમસીની ચૂંટણીમાં રાજકીય સોગઠાબાજી ઉંઘી પડી જવા પામી હતી. ભાજપે બળવાને ખાળવા- 5-4-1 ની પદ્ધતિ અપનાવી હતી. ભાજપે મેન્ડેટને 3 જૂથમાં વહેંચી દીધા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેનનાં જૂથને અલગ કર્યા છે. વરિષ્ઠ નેતા નારાયણ પટેલનાં પૌત્રને મેન્ડેટ આપ્યું હતું. ભાજપનાં તમામ ઉમેદવાર જીતે એ ગણતરી ખોટી પડી છે. મેન્ડેટ આપેલા ઉમેદવારની સાથે મેન્ડેટ વગરનાં ઉમેદવાર પણ જીત્યા છે. નારાયણ પટેલનો પૌત્ર સુપ્રીત મેન્ડેટ છતા જીતી શક્યો ન હતો.
ખેડૂત વિભાગના વિજઈ થયેલ ઉમેદવાર ની યાદી
મેન્ડેડ ઉમેદવાર
પટેલ અંબાલાલ જોઈતારામ
પટેલ કનુભાઈ રામાભાઇ
પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ
પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ
પટેલ ભગવાનભાઈ શિવરામદાસ
અપક્ષ ઉમેદવાર
પટેલ બળદેવભાઈ શિવરામદાસ
પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ
પટેલ લીલાભાઈ માધવલાલ
પટેલ શૈલેષભાઈ તળશીભાઈ
પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ