ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂર્ણ, જુઓ 2025માં લગ્ન માટેના મુહૂર્ત

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ઉત્તરાયણ સાથે જ કમુરતા પૂર્ણ, જુઓ 2025માં લગ્ન માટેના મુહૂર્ત

2025: આજે મંગળવારે મકરસંક્રાંતિનું પર્વ ઉજવાશે અને તેની સાથે જ ધનુર્માસની પણ સમાપ્તિ થશે. ધનુર્માસની સમાપ્તિની સાથે જ કમુરતા પૂરા થતાં લગ્નાદિ માંગલિક કાર્યો થઇ શકશે. હવે વર્ષ 2025માં લગ્ન માટેના 72 શુભ મુહૂર્ત છે. શાસ્ત્રવિદોના મતે આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 15 જેટલા મુહૂર્ત છે. જયારે ફેબ્રુઆરી અને નવેમ્બરમાં 14-14 મુહૂર્ત છે. 

હિન્દુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ 

આ વખતે 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન કમુરતા છે. જ્યોતિષીઓએ જણાવ્યું કે ‘હિન્દુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.

વર્ષ ૨૦૨૫માં લગ્ન માટેના મુહૂર્ત

જાન્યુઆરી: ૧૬થી ૨૧, ૨૩, ૨૪,૨૬, ૨૭.

ફેબ્રુઆરી : ૨,૩,૬,૭,૧૨, ૧૩,૧૪,૧૫,૧૯,૧૮,૧૯,૨૧,૨૩, ૨૫

માર્ચ ૧,૨,૬,૭,૧૨.

એપ્રિલ : ૧૪,૧૬,૧૮,૧૯,૨૦,૨૧,૨૫, ૨૯, ૩૦.

મે : ૧,૫,૬,૮,૧૦,૧૪,૧૫, ૧૬,૧૭, ૧૮, ૨૨, ૨૩, ૨૪, ૨૭, ૨૮

જૂન : ૨,૪,૫,૭,૮.

નવેમ્બર : ૨,૩,૬,૮,૧૨,૧૩,૧૬, ૧૭,૧૮,૨૧, ૨૨, ૨૩, ૨૫, ૩૦

ડિસેમ્બર : ૪, ૫, ૬.

100 લોકોના જીવતા દટાયા! દક્ષિણ આફ્રિકાની ખાણમાં કાળજું કંપાવતી દુર્ઘટના, ભૂખ તરસે આપ્યું તડપતું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *