
ઈરાનમાં બંધક બનાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત આવવા માટે રવાના
ઈરાનમાં બંધક બનાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ અંગે માહિતી આપતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે બંધક બનાયેલા લોકો દોહા પહોંચ્યા છે. સરકારની મદદથી તેમનો છૂટકારો થયો છે.
અગાઉ ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. અપહરણકારો દ્વારા બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને અપહત લોકોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતા તેઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માગી હતી.