આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં રજા
વડોદરામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારણે આવતીકાલે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં અંદાજે સવારે 8 કલાકથી રાતના 7 કલાક સુધીમાં 3.85 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.