આણંદ શહેર કોલેરા ગ્રસ્ત જાહેર
અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ આજે આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આણંદના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે. જેમાંથી બે લોકોનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે તમામ વિસ્તારોના પાણીના નમુના લેવામાં આવશે. આ સિવાય ખાણીપીણીની લારીઓ પર પણ તપાસ થશે.