આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે જાહેરસભા યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

આણંદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેષભાઈ પટેલ (બકાભાઈ) આજરોજ ચૈત્રી નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે સવારે શહેરના ગોયા તળાવ નજીક આવેલ અંબા માતાજીના મંદિરના ચોકમાં વિશાળ જનસભા સંબોધી હતી. આ સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ પટેલ સહિત જિલ્લાના ધારસભ્ય યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ગોવિંદભાઇ પરમાર,સાથે સ્થાનીક આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

સભા પૂર્ણ થયાં બાદ ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંબા માતાના દર્શન કરી, સંતો મહંતોના આશીર્વાદ લીધાં હતાં. જે બાદ મિતેશભાઈ પટેલ ભવ્ય રોડ-શો યોજી નામાંકન પત્ર ભરવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતાં. આ રોડ-શો માં હજારોની સંખ્યામાં BJP ના સમર્થકો જોડાયાં હતાં. ઉમેદવાર મિતેશભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે 12:30 કલાકે વિજય મુહૂર્તમાં મિતેશભાઈ પટેલે નામાંકનપત્ર ભર્યું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *