આડેસર પોલીસની ટીમે દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપ્યો
રાપર : તાલુકાના આડેસર ચેક પોસ્ટ પરથી સ્થાનિક પોલીસે સોઢા ટ્રાવેલ્સમાંથી ૯૩ હજારના શરાબ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસ.પી. મયુર પાટીલની સૂચનાથી આડેસર પોલીસનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આડેસર પીએસઆઈ વી.કે. ગોહિલને મળેલી બાતમીને આધારે આડેસર ચેકપોસ્ટ પરથી સોઢા ટ્રાવેલ્સમાંથી વિવિધ બ્રાન્ડના અંગ્રેજી શરાબની બોટલ ઝડપી પડાઈ હતી. પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના મોખાબ કલાના રહેવાસી હનુમાનરાય ડાલુમલ જાટની ધરપકડ કરાઈ હતી. આરોપીના કબજામાંથી મોંઘા પ્રકારની બ્રાન્ડના દારૂની ૪પ બોટલ ઝડપી પાડવામાં આવી હતી. તેમજ એક મોબાઈલ રોકડ રકમ ૪પ૦ મળીને કુલ ૯૮,૬૭૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ સાથે ધ્રુદેવસિંહ ઝાલા, ઈશ્વરભાઈ કાદરી, દિલીપભાઈ પરમાર, મેઘરાજભાઈ, ભરતજી ઠાકોર તેમજ નિકુલભાઈ ગોહિલ સહિત જોડાયા હતા.