પહેલાના સમયમાં હૃદયરોગને વૃદ્ધોનો રોગ માનવામાં આવતો હતો પણ હવે એવું નથી રહ્યું અને 30 વર્ષથી નીચેના યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં ઉંમર પ્રમાણે આપણે હ્રદયના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું જોઈએ.
છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ અટેકથી મૃત્યુની સંખ્યા વધવા લાગી છે. જેમાં કેટલાક લોકોનું કહેવુ છે કે અનેક કેસમાં કોઈ પૂર્વ સંકેત આવ્યા વગર પણ સીધો હાર્ટ અટેક આવવાથી લોકોના મોત થયા છે. જેમાં યુવાનો પણ સામેલ છે.
છેલ્લા કેટલાક સમયમાં આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જીમ દરમિયાન, લગ્નમાં ડાન્સ કરતી વખતે અથવા ક્રિકેટ જેવી ગેમ રમતી વખતે અચાનક હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવી છે. જેથી એક ધારણા બનવા લાગી કે હાર્ટ એટેક અચાનક આવે છે પરંતુ તે માન્યતા ખોટી છે. જ્યારે હાર્ટ અટેક આવવાનો હોય ત્યારે શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. સાથે આ હાર્ટ અટેકથી બચવા માટે ઉંમર પ્રમાણે આપણે થોડું ધ્યાન પણ રાખવું જોઈએ.
યુવાનોએ આ હાર્ટ અટેકથી બચવા માટે શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત પોષણ અને ધૂમ્રપાન ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ ઝડપી ચાલવું અથવા જોગિંગ જેવી નિયમિત શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.
આ સાથે જ ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ટ્રાન્સ ચરબીથી ભરપૂર હૃદય-તંદુરસ્ત આહાર પછીના જીવનમાં હૃદય રોગના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલન પણ ચેક કરવું જોઈએ, ખાસ કરીને જો હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ હોય તો એમને રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ.
હાલનાં સમયમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી ગયું છે. મોટા ભાગે તણાવ, ખોરાકમાં અનિયમિતતા, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ઊંઘનો અભાવ, દારૂ અને સિગારેટનું વધુ પડતું સેવનને જવાબદાર માનવામાં આવે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ટાળવા માટે, તમારે શરીરમાં થતાં ફેરફારો અને લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. crimekingnews.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.