આજથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, જાણો PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. ત્યારે આ દિવસો દરમિયાન વડાપ્રધાન મોદીના કાર્યક્રમમો આ પ્રમાણે નિર્ધારિત કરાયા છે.

વડાપ્રધાન મોદી 15 થી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 4:30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશન જશે. જ્યાં નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. ત્યાર બાદ સાંજે 6 વાગ્યે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે.

16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

જ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.    

17 સપ્ટેમ્બરે ઓડિશા જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારના 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર ખાતે જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *