અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ:પાડોશમાં રહેતા પરિચિત યુવકે ઘરે બોલાવી, અગાઉથી જ ઘરે હાજર મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યું, ચારેય આરોપીઓની ધરપકડ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના બની છે. સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીના જ યુવક અને તેના મિત્રોએ મળીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. આ અંગે SC, ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સગીરા સાથે પાડોશમાં રહેતા ચાર યુવકોએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે પોતાના ઘરે બોલાવી હતી. જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. સગીરા યુવકના ઘરમાં આવતા ચારે યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું.

પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી

બનાવના દિવસથી સગીરા ગુમસમ રહેતી હતી અને સ્કૂલે પણ નિયમિત જતી ન હતી. બનાવ અંગે સગીરાના પરિવારે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની વધુ તપાસ SC, ST સેલ દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *