અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની જાય એ દિવસો દૂર નથી

અમદાવાદમાં 2011થી 48 ટકા ગ્રીન કવર ઘટ્યું…

અરજદાર પક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછુ છે. વર્ષ 2011માં 17.96 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 સ્કવેર કિ.મી ગ્રીન કવર બચ્યું છે. આમ, 2011થી લઇ અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટયુ છે, જે બહુ આઘાતજનક કહી શકાય. અમદાવાદની સરખામણીએ બેંગ્લોર, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં ગ્રીન કવર વઘુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *