અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કેટલા લોકોના થયા મોત? રાજ્ય સરકારે સત્તાવાર આંકડા કર્યા જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કેટલા લોકોના થયા મોત? રાજ્ય સરકારે સત્તાવાર આંકડા કર્યા જાહેર

ગત 12 જૂનના રોજ લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના તુરંત બાદ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની સત્તાવાર યાદી સામે આવી ચૂકી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, વિમાનમાં સવાર 241 લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા. જ્યારે 34 અન્ય લોકોના મોત થયા હતા. આમ, કુલ 275 લોકોના મોત થયા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 120 પુરૂષ, 124 મહિલાઓ અને 16 બાળકો સામેલ છે. હોસ્પિટલમાં DNA તપાસથી 259 મૃતકોની ઓળખ કરાઈ ચૂકી છે. જેમાંથી 256 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. 3 બ્રિટિશ નાગરિકોના મૃતદેહ વિમાનથી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

હોસ્પિટલમાં જે 259 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં 199 ભારતીય, 7 પોર્ટુગલ, 52 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિક સામેલ છે. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

DNA સેમ્પલ મેળવવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં અનેક કાયદાકીય પાસા પણ સામેલ હોય છે. એટલા માટે આ કામગીરી ખુબ જ ગંભીરતા, સચોટતા અને ઉતાવળે કરવામાં આવે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *