અમદાવાદના શાહીબાગમાં યુવતીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં યુવતીની હત્યા કરનાર પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે ગાર્ડનમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જેમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. આ પ્રેમિકાની હત્યા કરી બાઈક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
5 વાગ્યા આસપાસ નદીમાં જમ્પલાવ્યુસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 24 વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. જેમાં પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈ ની પરીક્ષાની તૈયારી કરતો હતો. ગાર્ડન પાસે આવેલી લાઇબ્રેરીમાં જ પ્રેમી તૈયારી કરતો હતો. ત્યારે હત્યા કરનાર પ્રેમીએ 5 વાગ્યા આસપાસ નદીમાં જમ્પલાવ્યુ હોવાનું સામે આવ્યું છે. તેણે દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં પડતું મૂક્યું હતું.આ ઘટનાની જાણ તંત્રને થતા ફાયર બ્રિગેડ ત્યા પહોંચી આવી હતી. અને મૃતદેહ કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જે તપાસમાં મૃતક કૌસિક કનુભાઈ મકવાણા ઊંમર. ૨૦થી ૨૫ આશરે હોવાનું અને જુગલદાસ ની ચાલી. ઇદગાહ પાસે નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાબરમતી નદીમાં જમ્પ લાવ્યુ ત્યારે પ્રેમીના હાથ લોહી લુહાન હોવાનું સામે આવ્યું છે. ઘટનામા પ્રેમિકાની હત્યા બાદ સીધો નદી પર જઇને બ્રિજ પર જેકેટ કાઢી નદીમાં પડતું મૂક્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.