અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
ગતરોજ રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીને લઈ હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંસદમાં આપેલા નિવેદનનો મામલો હવે રાજકીય તૂલ પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા આજે વહેલી સવારે અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા અને કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. હાલ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.