જેદ્દાહથી આવેલા યુવક અને અબુ ધાબીથી આવેલી મહિલા પાસેથી સોનું મળ્યું તો મહિલા પાસેથી 1400 જેટલી સિગારેટ પણ મળી આવી
અમદાવાદ એરપોર્ટ ઉપરથી ફરી એકવાર દાણચોરી ઝડપાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ 50 લાખના સોના સાથે એક મહિલા અને પુરૂષની ધરપકડ કરાઇ છે. જેદ્દાહથી આવેલા યુવક અને અબુધાબીથી આવેલી મહિલા પાસેથી સોનું મળ્યું હતું. આ સાથે મહિલા પાસેથી 1400 જેટલી સિગારેટ પણ મળી હતી. જેને લઈ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પર અવાર-નવાર દાણચોરી ઝડપાતી હોય છે. આ તરફ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલ યુવક અને અબુધાબીથી આવેલ મહિલા પાસેથી સોનું અને સિગારેટ ઝડપાઇ છે. જેમાં મહિલા પાસેથી 1400 જેટલી સિગારેટ ઝડપાઇ છે. આ કાર્યવાહીમાં 50 લાખનું સોનું પણ ઝડપાયું છે.
વધુ વાંચો : UPIથી ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર