અમદાવાદમાં વરસાદ , અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આખા દિવસના બફારા અને ઉકળાટ બાદ સાંજે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. શહેરમાં સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. 

જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલા પટેલે પણ અમદાવાદમાં વરસાદને લઇને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર જુલાઇના પહેલા અને બીજા અઠવાડિયામાં એટલે 8 જુલાઇથી 12 જુલાઇએ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે. 

આજે (28મી જૂન) 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. નોંધનીય છે કે બુધવારે વધુ કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો.

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાદ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્રિમ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તેવામાં મધ્ય ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધીમે ગતીએ વરસાદ પડશે તેમ જણાવ્યું હતુ. 

કઈ તારીખે કયા જિલ્લાઓમાં કેવો રહેશે વરસાદી માહોલ

28 જૂન શુક્રવારના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરસ આંણદ, ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં નહિવત પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *