અમદાવાદમાં દેશનું પહેલુ AIથી ચાલતું આંખનું મશીન
દેશનું પહેલુ AIથી ચાલતું આંખનું મશીન અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ટેલીમેડિસિન દ્વારા વિશ્વના કોઈપણ ખૂણેથી આંખની સારવાર કરવામાં આવશે. આ AIનું મશીન માત્ર 20 મિનિટમાં 165 ડિગ્રીની એન્જિયોગ્રાફી લઈ શકશે. આ એન્જિયોગ્રાફીમાં પહેલા 45 મિનીટ જેટલો સમય થતો હતો. જોકે, આ AI મશીનથી તેનો સમય માત્ર 20 મિનીટ જેટલો થઈ જશે. આ મશીનની કિંમત રુ. 75 લાખ જેટલી છે.