અમદાવાદના PRLના વિજ્ઞાનીઓએ સૂર્યમાળાની બહાર શોધ્યો એલિયન પ્લેનેટ, 263 પૃથ્વી સમાઈ જાય એટલું કદ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અમદાવાદના PRLના વિજ્ઞાનીઓએ સૂર્યમાળાની બહાર શોધ્યો એલિયન પ્લેનેટ, 263 પૃથ્વી સમાઈ જાય એટલું કદ

ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા ખૂબ જ મોટી શોધ કરવામાં આવી છે. તેમણે સોલર સિસ્ટમની બહાર એક ખૂબ જ મોટો એલિયન પ્લેનેટ શોધી કાઢ્યો છે. તેને TOI-6038A b નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનેટ એટલો મોટો છે કે એમાં 263 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના વિજ્ઞાનીઓ દ્વારા માઉન્ટ આબુમાં આવેલી ઓબઝર્વેટરીના ટેલિસ્કોપ દ્વારા આ શોધ કરી છે.

પ્લેનેટ વિશે માહિતી

સાઇઝ: આ પ્લેનેટનું વજન પૃથ્વી કરતાં 78.5 ગણું વધારે છે. પૃથ્વી કરતાં એનું રેડિયસ પણ 6.41 ગણું વધારે છે.

ઓરબિટ: આ પ્લેનેટની ઓરબિટ એકદમ બ્રાઇટ છે. એની ઓરબિટ 5.83 દિવસની છે. આ સ્ટાર આપણાં સૂર્ય કરતાં વધુ ગરમ છે અને વધુ પ્રકાશ પાથરે છે.

બાઇનરી સિસ્ટમ: આ પ્લેનેટની સિસ્ટમમાં બે સ્ટાર્સ છે. એની ઓરબિટ એક સ્ટારની છે, અને એ જ સિસ્ટમમાં બીજા એક સ્ટાર છે, પણ એ સ્ટાર પહેલાથી થોડો દૂર છે.

પ્લેનેટનો પ્રકાર: TOI-6038A b એડવાન્સ પ્લેનેટ છે જે નેપ્ટ્યુન જેવો અને ગેસ જાયન્ટ પ્લેનેટની વચ્ચે આવે છે. આ ખાસ પ્લેનેટ છે જે આપણા સોલર સિસ્ટમમાં નથી.

ટેલિસ્કોપ: વિજ્ઞાનીઓએ હાઇ-ટેક ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ PARAS-2 છે. એની મદદથી આ પ્લેનેટ શોધી કાઢાયો છે. આ ટેલિસ્કોપ સ્ટાર્સની નાની નાની ચળવળ શોધી શકે છે.

આ શોધ કેમ ખાસ છે?

એડવાન્સ ટેક્નોલોજી: આ શોધને લીધે લોકો જાણવા મળશે કે ભારતના વિજ્ઞાનીઓ દુનીયાની શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

પ્લેનેટનો માળખું: આ પ્લેનેટનું મોટાભાગનું મિડલ પથ્થરથી બનેલું છે. અંદાજે 75% કોર પથ્થરથી બનેલું છે.

ભવિષ્યની સ્ટડી: આ પ્લેનેટની સિસ્ટમ એકદમ બ્રાઇટ છે. વિજ્ઞાનીઓ આની એટમોસ્ફિયર અને સ્ટાર સાથેના જોડાણનો અભ્યાસ કરી શકે છે.

TOI-6038A bએ ખોલ્યા રિસર્ચના દરવાજા

વિજ્ઞાનીઓ TOI-6038A bની વધુ સ્ટડી કરવા માટે ઉત્સાહી છે. આ બ્રાઇટ પ્લેનેટ હોવાથી ભવિષ્યમાં વધુ રિસર્ચ થઈ શકે છે. અવકાશ માટેના રિસર્ચમાં ભારત વધુ આગળ વધી રહ્યું છે અને નવા પ્લેનેટ શોધવા માટે આતુર છે. ભારત હવે સોલર સિસ્ટમની બહાર જઈને પણ રિસર્ચ કરી રહ્યું છે. આ પ્લેનેટને સબ-સેટર્ન કહેવામાં આવે છે, કારણ કે એ સેટર્ન કરતાં નાનું છે. આ સબ-સેટર્ન પ્લેનેટની સ્ટડી evolutionary છે, કારણ કે આ કેટેગરીના પ્લેનેટ આપણા સૂર્યમંડળમાં નથી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *