અમદાવાદના શાસ્ત્રી બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકની અડફેટે યુવતીનું મોત
અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું
બેદરકાર વાહનચાલકોના કારણે દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં અમુક ગંભીર અકસ્માતમાં લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે તાજેતરમાં થયેલ ઘટનામાં યુવતીનું મોત નિપજ્યું હતું.
યુવતીનું મોત નિપજ્યું
જેમાં અમદાવાદના વિશાલા પાસે આવેલ શાસ્ત્રી બ્રિજ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનચાલકની ટક્કરના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટનામાં ભાવી મોદી નામની યુવતીનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી. જેમાં ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે નબીરાઓ દ્વારા ચલાવવામાં આવતા મારફાડ ડ્રાઇવિંગ સામે પગલાં લેવાની માંગ લોકોમાં ઉઠી છે.