અમદાવાદના શહેરીજનો માટે ચિંતાજનક સમાચાર
અમદાવાદના શહેરીજનો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગ અને પાણી જન્ય રોગના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિના પ્રથમ 6 દિવસમાં ઝાડા ઉલ્ટીના 291 કેસ, કમળાના 71 કેસ, ટાઇફોઇડના 158 કેસ અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે.