અમદાવાદમાં ફાયર NOC વિનાના 52 એકમો કરાયા સીલ, રાજકોટ અગ્નિકાંડ બાદ AMCની કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં AMC એ ચેકિંગની કામગીરી હાથ ધરી છે. ફાયર NOC પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી કરીને 52 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ માં AMC એ ચેકિંગની કામગીરી હાથ ધરી છે. ફાયર NOC પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી કરીને 52 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.

 અમદાવાદ: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદમાં પણ તંત્ર સતર્ક થઈ ગયું છે અને AMC એ ફાયર અને સેફટીની ચેકિંગની કામગીરી હાથ ધરી છે. જે પણ યુનિટ પાસે ફાયર NOC પરમિશન નથી એવા યુનિટ્સને સીલ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું તંત્ર હવે સફાળું જાગ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં AMC એ ચેકિંગ હાથ ધરીને ફાયર NOC પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં AMC દ્વારા 244 એકમો ચેક કરવામાં આવ્યા છે જેમાંથી 52 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.

સીલ કરી દેવામાં આવેલા એકમોમાં 11 ગેમઝોન, 25 હોસ્પિટલની એડમિન ઓફિસને સીલ કરવામાં આવી છે, તથા 11 ટ્યુશન ક્લાસ, 2 પાર્ટી પ્લોટને પણ સીલ કરવામાં આવ્યા, ઉપરાંત 2 ગેસ્ટ હાઉસને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. અગાઉ AMC કમિશનરે બુધવારે એક SOP જાહેર કરી, જેમાં અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફ્ટીને લઈને SOP નક્કી કરવામાં આવી.

આ SOP પ્રમાણે, ગેમઝોન, થિએટર અને ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર ચેકિંગ થશે. સાથે જ મોલ અને હોટેલ જેવી ભીડભાડવાળી જગ્યા પર પણ ચેકિંગ થશે. દર 3 મહિને નવી BU મેળવેલી બાંધકામની ચકાસણી થશે. વધુમાં આ SOPમાં BU પરમિશન બાદ ફરી મનપા ચેકિંગ કરશે. બાંધકામના પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની પણ તપાસ થશે. આ સિવાય પ્લાન પાસ ઉપરાંત વધારાનું ગેરકાયદે બાંધકામ કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે. વોર્ડ ઇન્સપેક્ટર તરીકેની કામગીરી ડેપ્યુટી TDOને કરશે અને ડેપ્યુટી TDO સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *