UPSC પરીક્ષાનો બહાર પડ્યો કાર્યક્રમ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યાં છે. મંગળવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષા કેલેન્ડર અનુસાર, આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી, 2023 છે.

વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકાશે
અરજી કરવા માટે, ઉમેદવારો યુપીએસસીની વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. સૌથી પહેલા ઉમેદવારે પોતાની નોંધણી સત્તાવાર વેબસાઇટ પર વન ટાઇમ રજિસ્ટ્રેશન (ઓટીઆર) પ્લેટફોર્મ પર નોંધણી કરાવવી પડશે અને તે પછી તે upsconline.nic.in વેબસાઈટ પર જઇને અરજી કરી શકે છે. જો તમે ઓટીઆર પ્લેટફોર્મ પર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, તો તેમણે ફરીથી આ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં.

વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ ભરાશે

ઉલ્લેખનીય છે કે યુપીપીએસ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, વિવિધ વિભાગોમાં કુલ 1105 જગ્યાઓ ભરવામાં આવશે.

28 મેના રોજ પરીક્ષા


યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 28 મે 2023 ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ પણ 21 ફેબ્રુઆરી, 2023 છે. આ સિવાય જો તમે ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો તો 22થી 28 ફેબ્રુઆરી વચ્ચે તમે સુધરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *