ગુજરાતના પહેલા મહિલા ચીફ સેક્રેટરી મંજૂલા સુબ્રમણ્યમનું વડોદરામાં અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમએ વડોદરા ખાતે અંતિમ શ્વાસ લીધા છે, જેઓ લાંબા સમયથી બિમાર હતા
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું નિધન
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું નિધન થયું છે. મંજુલા સુબ્રમણ્યમએ વડોદરા ખાતે અંતિમ શ્વાસ લીધા છે. જેઓ લાંબા સમયથી બિમાર હતા તેમને જણાવી દઈએ કે, 2008માં તેઓ નિવૃત્ત થયા બાદ અનેક હોદ્દા પર સેવાઓ આપી હતી. જેઓ 1972ની બેચના IAS અધિકારી હતા.
તેમણે અનેક રાજ્યહિતના કાર્યો કર્યા હતા
તેમણ નવો રિયલ્ટી કાયદો એક મે અમલામાં લાવ્યો હતો. તેમણે રિયલ અસ્ટેટ પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટ એજેન્ટોની નોંધણી, મંજૂર અને નિયમન માટે રાજ્ય સ્તરની નિયમનકારી કરી હતી. પાપ્ત માહિતી મુજબ ઓથોરિટી રોકોર્ડની વેબસાઈટ પ્રકાશિત કરવા અને જાળવવા માટે અનેક સારા કાર્યો છે. વિવિધ દસ્તાવેજી બાબતમાં ઓનલાઈન કરવા જેવા તેમણે અનેક સકારાત્મક કાર્યો કર્યો હતાં
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે નીતિ-સંબંધિત મુદ્દાઓની તેમની સમજણ અને કાર્યલક્ષી ખૂબ જ ઉપયોગી થઈ હતી. સુબ્રમણ્યમ પૂર્વ IAS અધિકારી જેઓ લાંબા સમયથી બીમાર હતા.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના મુખ્ય સચિવ તરીકે તેઓએ સેવા આપી હતી. તેમણે ટ્વિટ કર્યું, પીઢ અમલદાર ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે જાણીતી હતા.