Drugs : હિંદ મહાસાગરમાંથી ઝડપાયો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો

હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ Drugs ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું

હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું છે. ગુજરાત સહિત દેશભરમાં અનેક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. જોકે આ વખતે નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપી પાડ્યું છે.

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે કરોડોનું ડ્રગ્સ Drugs ઘુસાડવાની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. હજી ગઈકાલે જ રાજકોટમાં 217 કરોડ રૂપિયાનું Drugs ડ્રગ્સ ઝડપાયું હતું. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હિંદ મહાસાગરમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું Drugs ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નાર્કોટિક વિભાગે ઝડપી પાડ્યું છે.

નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી
ભારતમાં નાર્કોટિક Drugs ડ્રગ્સની સૌથી મોટી જપ્તીના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ આજે 13 મે, 2023ના રોજ ભારતના સૌથી મોટા માદક દ્રવ્યોની જપ્તી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જે બાદ કેટલું ડ્રગ્સ Drugs પકડાયું અને કેટલા લોકો ઝડપાયા સહિતની વિગતો સામે આવશે. અનેક મીડિયા અહેવાલો મુજબ આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી આવતો હતો અને સંભવિત રીતે ગુજરાતમાં આવવાનો હતો.

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓને આપી રાહત

રાજકોટના ગઈકાલે જ 217 કરોડનું ઝડપાયું હતું Drugs ડ્રગ્સ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSની દરોડાની કાર્યવાહી યથાવત જણાઈ રહી છે તેમજ હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *